Placeholder canvas

વાંકાનેર: દેઘલિયા ગામની સીમમાં રાત્રે ખેડૂત ઉપર નાઇળાએ કર્યો હુમલો…

ખેડૂત ને પગે બીજા થતાં વાંકાનેર હોસ્પિટલમાં દાખલ કરાયો…

By Rasul Khorajiya -Dighaliya

વાંકાનેર: તાલુકાના દિઘલીયા ગામે ગત રાત્રે સીમમાં રહેતા ખેડૂત ઉપર જંગલી જાનવર નાઇળાએ હુમલો કરીને ઇજા પહોંચાડતા ખેડૂતોને તાત્કાલિક વાંકાનેર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

વાંકાનેર તાલુકાના દેઘલિયા ગામમાં પરપ્રાંતીય મજૂર ધનરાજ દિલિપભાઈ (ઉં.વ.21) જેમને દિઘલીયા ગામમાં ખેડૂત શેરસિયા ઈબ્રાહીમભાઈ મામદભાઈની ઉધળ ઉપર જ જમીન વાવવા રાખેલ હોય અને તેઓ સીમમાં રહે છે, તેઓ ગત રાત્રે પોતે વાવવા રાખેલ વાડીમાં ખાટલા પર સૂતા હતા ત્યારે નાયળાએ અચાનક હુમલો કરી દીધો હતો અને તેમના બંને પગ ખેંચીને ખાટલાથી નીચે ખેંચી લીધો હતો. જાનવર તેમને દૂર લઈ જઈ શિકાર કરવા માગતું હતું. પરંતુ ખેડૂતે દેકારો કરી મૂકતા તેમની સાથે રહેતા લોકો તેમજ અન્ય બાજુના લોકો તેમની મદદે દોડી આવ્યા હતા. આ લોકો આવીને હાકલા પડકારા કરતા નાયડો ખેડુતને મુકીને ભાગી છૂટ્યો હતો. જેમને બંને પગમાં ઈજા થઈ હતી જેથી તેમને તાત્કાલિક વાંકાનેર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને આજે બપોર બાદ આવા કિસ્સામાં આપવામાં આવતું ઇજેક્શન વાંકાનેરમાં ન હોવાથી રાજકોટ ખાતે ઇન્જેકશન આપવા માટે લઈ જવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ દીઘલિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં pgvcl તરફ દ્વારા રાત્રે સિંગલ ફેસ લાઈટ આપવામાં આવતી નથી. જેમના કારણે ખેડૂતો અને પરપ્રાંતીય મજૂરો જેવો વાડીએ રહે છે તેમને રાત્રે અંધારામાં રહેવું પડે છે. ગ્રામજનો તરફથી રાત્રે સિંગલ ફેસ લાઈટ આપવાની માંગણી કરી હોવા છતાં pgvcl આ માંગણીને ગણકારતું નથી અને આ રીતે pgvcl નિંભર નીતિના કારણે ખેડૂતો પર જંગલી જાનવરો હુમલા કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાયડા હવે અલિપ્ત થવા લાગ્યા છે. ત્યારે સરધારકા-દીઘલિયાની વીડીમાં નાયળા જોવા મળી રહ્યા છે.

આ સમાચારને શેર કરો