Placeholder canvas

વાંકાનેરમાં બારે મેઘ ખાંગા: પ્રતાપગઢમાં 12 ઇંચ

વાંકાનેર છેલ્લા ત્રણ-ચાર દિવસથી અલગ અલગ જગ્યાએ દરરોજ વરસાદ પડી રહ્યો છે. આજે બપોર પછી લગભગ એક વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને ક્યાંક ઝરમર ઝરમર તો ક્યાંક વધુ પડતો વરસાદ પડી ગયો હતો.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે બપોરે એક વાગ્યાથી શરૂ થયેલો વરસાદ ચાર વાગ્યા સુધીમાં ધીમીધારે પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો પરંતુ ચાર વાગ્યાથી સાંજ સુધીમાં લગભગ ત્રણેક કલાકમાં વધુ 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આમ પ્રતાપગઢમાં બપોર પછી લગભગ 12ઇંચ થી વધુ વરસાદ પડી ગયો છે. પ્રાપ્ત વિગત મુજબ પ્રતાપગઢ ની આજુબાજુ ના ગામો એટલે કે નવી કલાવડી, જુની કલાવડી, આગાભિ પીપળીયા વગેરે ગામોમાં પણ સારો વરસાદ પડ્યો છે પાંચદ્વારકા માંથી પણ માહિતી મળી છે કે લગભગ પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે.

ઉપરવાસના ગામમાં વધુ વરસાદ પડવાના કારણે આસોઇ નદીમાં સાંજના ચાર વાગ્યાથી જ પાણીની આવક વધી છે પરંતુ મળતી માહિતી મુજબ પાંચદ્રારકા, તીથવા પાસે આઓઇ નદીમાં વધુ માત્રામાં પાણી આવી ગયું છે. જેથી નીચવાસમાં ગામ રાતીદેવડી વાંકીયા રાણેકપર પંચાસીયા ચાવચેત રહેવુ, કેમ કે આસોઇ નદીમાં ગમે ત્યારે પાણીનો પ્રવાહ વધી શકે છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો