Placeholder canvas

વાંકાનેર: રાતીદેવડી ખાતે આશોઇ નદીમાં એક કિશોર ડુબ્યો

આ કિશોર રજામાં રાતિદેવળી તેના મામાના ઘરે આંટો મારવા આવ્યો હતો

વાંકાનેરમાં આવેલ રાતીદેવરી ગામ નજીકથી પસાર થતી આશો નદીમાં વરસાદના કારણે સારી માત્રામા પાણી વહી રહયું છે. જેમાં આજે બપોર બાદ અમદાવાદથી પોતાના મામાના ઘેર આવેલા રજા ગાળવા આવેલ 10 વર્ષીય સગીર તેમના પિતરાઈ ભાઈઓ સાથે નદીમાં નહાવા પડેલ જે નદીના પ્રવાહમાં તણાઈને ઊંડા પાણીમાં ડુબી ગયો હતો. બનાવની જાણ નગરપાલિકાને થતાં મીની ફાયર ફાઈટર ઘટનાસ્થળે ગયેલ છે તેમજ વાંકાનેર શહેર પોલીસ અને મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત સ્ટાફ પણ પહોંચી ગ્યો હતો, અને સ્થાનિક લેવલે યુવાનની શોધખોળ શરૂ કરી હતી. પણ યુવાન મળયો નોહ્તો.

તણાઈ ગયેલ યુવાન મહેન્દ્ર ગણપતભાઇ સાગઠિયા (ઉમર વર્ષ 10) અમદાવાદથી પોતાના મામા રાજા પોપટભાઇના ઘરે આવેલ હોય અને ગામ નજીકથી પસાર થતી આશો નદીમાં કબ્રસ્તાન નજીક મીઠાપીરની દરગાહ પાસે પાણીના ઘુનામા ન્હાવા પડેલ જે નદીનાં પાણીમાં તણાઈ ઊંડા પાણીમા જવાથી હાલ લાપતા બન્યો છે. મળતી માહિતી મુજબ આ યુવકના પપ્પાનુ પણ નિધન થઈ ગયેલ છે અને તે તેમને વિધવા માં સાથે અમદાવાદ રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર નગરપાલિકાના ફાયર વિભાગ પાસે કોઈ તરવૈયાઓ નથી થોડા દિવસ પહેલા હસનપર ના તળાવમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મૃત્યુ થયેલ જેમાં પણ નગરપાલિકાનું મીની ફાઈટર તે યુવાનની શોધખોળ માટે ગયું પરંતુ કોઈ તરવૈયા ન હોવાથી કંઈ મદદ કરી શક્યું ન હતું પરંતુ તે સમયે વાંકાનેર જી.આર.ડી માં ફરજ બજાવતા બે યુવાનોએ હિંમત કરી તળાવમાં દોઢ કલાકની શોધખોળના અંતે તે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો.

જુઓ કપ્તાન ચેનલમાં વિડીયો…..

કપ્તાની આ youtube ચેનલ ને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પુસ કરો…

આ સમાચારને શેર કરો