Placeholder canvas

વાંકાનેર: રાતાવીરડા ગામે ખેતરની ઓરડીમાં જુગાર રમતા ૧૨ શખ્સ ૪.૫૨ લાખની રોકડ સાથે ઝડપાયા.

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં નવા બનતા કારખાના પાછળ આવેલ ખેતરની ઓરડીમાં જુગાર ધામ પર પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા ૧૨ જુગારીઓને ઝડપી લઈને પોલીસે ૪.૫૨ લાખની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાતાવીરડા ગામની સીમમાં ભીમગુડા જવાના માર્ગે નવા બનતા કારખાના પાછળ આરોપી ગોરધન છનાભાઇ કોળી તેની ખેતરની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે ખેતરની ઓરડીમાં દરોડો કર્યો હતો

જેમાં જુગાર રમતા ગોરધન છનાભાઈ અબાસણીયા, છગન સતાભાઈ મુંધવા, ચંદુભાઈ સોમાભાઈ રીબડીયા, પ્રભુભાઈ ભગવાનજીભાઈ ચાવડા, શાંતિદાસ વજેરામભાઈ દૂધરેજિયા, કૌશિકભાઈ મહેશભાઈ કણઝારીયા, જગદીશભાઈ ખીમાભાઈ રબારી, કમલેશભાઈ છગનભાઈ સંધાણી, મીઠાભાઈ રણછોડભાઈ રાવા, મયુરભા પ્રવીણભા ગઢવી, મુકેશ રેવાભાઈ રાતડીયા અને રાજ કનુભાઈ રતન એમ ૧૨ જુગારીને ઝડપી લઈને રોકડ રૂ ૪,૫૨,૨૦૦ જપ્ત કરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો