Placeholder canvas

આજથી ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનના વાંકાનેર સ્ટોપની શરૂઆત…

વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનને વાંકાનેર જંકશન પર સ્ટોપ મળતા આજરોજ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા તથા કેસરીદેવસિંહ ઝાલા સહિતના મહાનુભાવો દ્વારા ટ્રેનનું વાંકાનેર સ્ટેશન ખાતે સ્વાગત સાથે લીલી ઝંડી બતાવી ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનોના વાંકાનેર સ્ટોપેજનો શુભારંભ કરવામાં આવ્યો હતો….

આ કાર્યક્રમની મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, વાંકાનેર વિસ્તારના લોકોની લાંબા સમયથી માંગ હતી કે, ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનને વાંકાનેર સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવે, જે આજે પૂર્ણ થઈ છે. હવેથી ટ્રેન નંબર ટ્રેન નંબર 19566 દહેરાદૂન- ઓખા ઉત્તરાંચલ સોમવારે સવારે 07.28 કલાકે વાંકાનેર સ્ટેશને આવશે અને સવારે 07.30 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ દર શુક્રવારે વાંકાનેર સ્ટેશને 15.29 કલાકે આવશે અને 15.31 કલાકે ઉપડશે. જે સ્ટોપેજનો આજે શુભારંભ કરાયો હતો…

આ સમાચારને શેર કરો