skip to content

મોરબી જિલ્લામાં આજના કુલ 12 કેસ નોંધાયા: બે દર્દીના મૃત્યુ

આજે 13 લોકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપાઈ : જિલ્લાના કુલ કેસ થયા 369, કુલ મૃત્યુઆંક થયો 24

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના 12 કેસ નોંધાયા છે. આજે બે દર્દીઓના મોત થયા છે. જ્યારે આજે 13 દર્દીઓ સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના કેસનો આંક 369એ પહોંચ્યો છે. મૃતક આંક 24 થયો છે. જ્યારે 206 દર્દીઓ સાજા થઈ ગયા છે અને હાલ 139 દર્દીઓ સારવાર હેઠળ છે.

આજે પોઝિટિવ કેસમાં મોરબીમાં 8, વાંકાનરમા 2, હળવદમાં 1 અને માળીયામાં 1 આમ મોરબી જિલ્લાના કુલ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે સાજા થયેલા દર્દીઓમાં મોરબીના ૧૦, હળવદના 2 અને ટંકારાના 1 દર્દી સાજા થયા છે અને તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે આજે મોરબીના 2 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો