Placeholder canvas

સિંઘાવદર: આસોઇનદીના ડાયવર્ઝન પાસે 11મુ એક્સિડન્ટ, એકનું મોત

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ પાસે આવેલા આસોઈ નદીના મોટા પુલમાં ગાબડું પડવાના કારણે નદી પરના જુના પુલ ઉપર ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. ત્યારે ડાયવર્ઝન પાસે અત્યાર સુધીમાં 10 થી 11 એકસીડન્ટ થયા છે અને ગઈકાલ રાત્રે થયેલા એક્સિડન્ટમાં એકનો ભોગ લેવાયો છે.

અહીં ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે ત્યાં લગાવેલો બોર્ડ રાત્રે દેખાતું ન હોવાની લોકોની ફરિયાદ છે, અહીં રાત્રે ડાયવર્ઝન દેખાય તે માટે રેડિયમ વાળું બોર્ડ લગાવવું જોઈએ તેમજ માટીના ઢગલા કરતાં બીજી કોઈ આડસ મૂકવી જોઈએ જેથી અકસ્માત નિવારી શકાય પરંતુ તંત્ર આવું કરવામાં નિષ્ફળ ગયું હોવાની લોકોની ફરિયાદ છે.

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ પાસે આવેલી આસોઈનદીમાં ડાયવર્ઝનનું બોર્ડ ન દેખાતા અચાનક બ્રેક વાર્તા મોટરસાઇકલ ઉપર કંટ્રોલ ગુમાવી દેતા એક્સિડન્ટ થયું હતું અને તેમાં મુળ રાજકોટ, ભાવનગર રોડના વતની અને હાલ ચંદ્રપુર ખાતે રહેતા દાઉદશા મોહમ્મદશા ફકીર (ઉંમર વર્ષ 37) પોતે ઇદના તહેવાર નિમિત્તે રાજકોટના કબ્રસ્તાનમાં ફુલ ચઢાવવા ગયા હતા અને પરત આવતા સીંધાવદર આસોઈ નદી પરના ડાયવર્ઝન પાસે રાત્રિના સમયે ડાઈવર્ઝનનું બોર્ડનો ન દેખાતા અને અચાનક બ્રેક મારતા મોટરસાયકલ પરનો કંટ્રોલ ગુમાવતા અકસ્માત થયું હતું, જેમાં તેનું મોત નિપજ્યું હતું.

આ સમાચારને શેર કરો