Placeholder canvas

સૌરાષ્ટ્ર-કચ્છના 10 સહિત રાજ્યના 28 શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પારેખને જીસીઈઆરટીના રીડર બનાવવામાં આવેલ છે. મોરબીમાં બી.એમ. સોલંકીને માધ્યમિક શિક્ષણાધિકારીનો વધારાનો ચાર્જ સોંપાયો.

રાજ્યના શિક્ષણ વિભાગે બદલીનો ગંજીપો ચીપી રાજકોટ સહિત રાજ્યના શિક્ષણ સેવા વર્ગ-1ના 28 જેટલા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી નાંખી છે. આ બદલીના ઓર્ડર શિક્ષણ વિભાગના સેકશન અધિકારી હરીસિંહ સોઢા દ્વારા ઇશ્યુ કરી દેવામાં આવેલ છે.

જેમાં રાજકોટના શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા આર.એસ. ઉપાધ્યાયની બદલી કરી જૂનાગઢ મૂકવામાં આવેલ છે. જ્યારે તેમના સ્થાને ગીર સોમનાથથી બી.એસ. કૈલાની નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજકોટ (ડીપીઓ) એમ.જી. વ્યાસની બદલી કરી તેઓને રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરના સચિવ તરીકે મૂકવામાં આવેલ છે. અને તેમના સ્થાને જીસીઇઆરટીના રીડર ડી.આર. સરડવાની નિમણૂંક કરવામાં આવી છે.

આ ઉપરાંત બોટાદ શિક્ષણાધિકારી ધારાબેન પટેલની અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે જૂનાગઢ પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એ. પટેલની ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે તેમજ ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.ડી. કણસાગરાની પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી કિશોર મપાણીની બદલી કરી તેઓને ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે મૂકવામાં આવેલ છે તેમજ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

આ ઉપરાંત નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી એન.ડી. પટેલની ભરુચ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પટેલની નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ચૌધરીને સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી બદલી કરાયેલ છે. જ્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પારેખને જીસીઈઆરટીના રીડર બનાવવામાં આવેલ છે. પારેખની બદલી થતા મોરબીમાં બી.એમ. સોલંકીને માધ્યમિક શિક્ષણાધિકારીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવેલ છે.

આમ સૌરાષ્ટ્ર કચ્છનાં 10 સહિત રાજ્યના 28 શિક્ષણાધિકારીઓની બદલી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JFLfJIohOrGK3nenYQzLTN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો