વાંકાનેરમાં એકટીવા પર જતી બે મહિલાઓને ખુંટિયાને ઉલળી, જુવો વિડીયો….

વાંકાનેર: આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ વાંકાનેરના લિંબાડાચોક ખાતે ખુટિયાએ પોણો કલાક સુધી આંતક મચાવ્યો હતો અને ત્યાંથી પસાર થતાં કેટલાક રાહદારીઓને ઇજાગ્રસ્ત કર્યા હતા.

વાંકાનેર લીમડા ચોકમાં અગિયાર વાગ્યાની આસપાસ ટોળે ટોળા એકઠા થયા હતા અને પહેલી નજરે એવું લાગતું હતું કે બે ખુંટિયા બાજતા હશે પરંતુ અહીં એક ખૂટયો જ હતો અને તે પાછો પાછો ચાલીને એકદમ સામે દોટ કરીને ત્યાંથી પસાર થતાં રાહદારીઓને ઉલાળતો હતો જેથી કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિને પગમાં ફેક્ચર થયાની પણ માહિતી મળી છે.

આ ખુટિયાએ ત્યાંથી એક્ટીવા પર પસાર થઈ રહેલી બે મહિલાઓને ઢીકે ચડાવી ઉલાળી હતી અને બંને મહિલા ઊલળીને નીચે પડી હતી. આમ ખુટીયાએ લગભગ પોણો કલાક સુધી લીમડા ચોકમાં આંતક મચાવ્યો હતો. ત્યારે આ ખૂટ્યાંને રોકવા કોઈ આગળ આવ્યું નહોતું એવા સમયમાં માહિતી મળ્યા મુજબ લક્ષ્મીપરાના બે-ચાર યુવાનો આવીને ખૂંટિયાને બાંધીયો હતો તેમની સાથે અન્ય યુવાનો પણ જોડાયા હતા….

જુવો વિડીયો….

વાંકાનેરમાં એકટીવા પરથી બે મહિલાઓને ખુટીયાએ ઉલળી… જુઓ વિડિયો…

Posted by Kaptaan on Saturday, August 22, 2020

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JFLfJIohOrGK3nenYQzLTN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો