skip to content

ઈફ્કો ચૂંટણી બની વર્ચસ્વની લડાઈ : અમિત શાહના માનીતા સામે જયેશ રાદડિયાનો સીધો જંગ

આગામી 9 મેના રોજ ઈફ્કોની ચૂંટણી યોજાવાની છે. આ વખતે ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. ભાજપે જેને મેન્ડેટ આપ્યો છે તે બિપીન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત નહિ ખેંચતા ખરાખરીનો જંગ બની રહેવાનો છે. બિપીન પટેલને ભાજપે મેન્ડેન્ટ આપ્યા હોવાનો દાવો છે. તો બીજી તરફ જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું છે.

આમ, એક સીટ પર ત્રણ ઉમેદવારો મેદાને છે.

  • જયેશ રાદડિયા
  • બિપીન પટેલ
  • મોડાસાના પંકજ પટેલ

આ વખતે ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ગુજરાતમાંથી ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. અમદાવાદ, રાજકોટ અને મોડાસાના ઉમેદવારો વચ્ચે જંગ થવાની છે. આગામી 9 મે ના દિવસે મતદાન થશે. ઈફ્કોમાં સૌરાષ્ટ્ર અને તેમાં રાજકોટ જિલ્લાના મતદારોનો દબદબો છે. કુલ ૧૮૨ મતદારો છે, જેમાં 68 મતદારો માત્ર રાજકોટ જિલ્લાના છે. આવામાં ગુજરાતના 180 મત વિભાજિત થઈ જવાની શક્યતા વધુ છે. આ મતોનુ વિભાજન થતા અણધાર્યું પરિણામ આવે તેવી શક્યતા છે. આ બતાવે છે કે, ભાજપના સહકાર સંગઠનમાં બે ભાગલા પડ્યાં છે.

ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પક્ષીય ધોરણે લડાય છે અને આ માટે મેન્ડેટ આપવાની પ્રથા થાય છે. ત્યારે હવે ગુજરાતમાંથી વધુ એક ઉમેદવારી જતા મામલો પેચીદો બન્યો છે. હવે આ મામલે પક્ષમાં આંતરિક ખેંચતાણના એંધાણ જોવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કી બિપીન પટેલ એ અમિત શાહના ખાસ છે.

જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રમાં લોકપ્રિય નેતા છે. જયેશ રાદડિયા હાલ જેતપુરના ધારાસભ્ય છે. તેમને ગુજરાતના મંત્રીમંડળમાંથી પણ તેમની બાદબાકી કરાઈ છે. જોકે, રાદડિયાનું નામ લોકસભાની ટિકિટ માટે પણ ચર્ચાયુ હતું. પંરતુ તેમને ટિકિટ અપાઈ ન હતી. ત્યારે હવે સૌરાષ્ટ્રના ખેડૂતો પર મજબૂત પકડ ધરાવતા રાદડિયાને હવે શું ઈફ્કોમાંથી પણ હટાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે તેવા સવાલો વહેલા થયા છે. રાજકોટની સહકારી ક્ષેત્રમાં અગાઉ પણ ચૂંટણી વખતે મતભેદો બહાર આવ્યા હતા. ત્યારે શુ ફરી એકવાર નવાજૂની થશે.?

આ સમાચારને શેર કરો