Placeholder canvas

લોકડાઉન એક ઝાટકે ખત્મ નહીં થાય ? તબક્કાવાર છુટછાટોનો વ્યૂહ

લોકડાઉન મામલે કેન્દ્ર સરકાર વેપાર ઉદ્યોગ જગત સાથે વાટાઘાટોમાં વ્યસ્ત: પ્રથમ તબક્કે આવશ્યક ક્ષેત્રોને માત્ર 50 ટકા સ્ટાફ સાથે કામકાજની છૂટ અપાવવાની શક્યતા; દવા, ફૂડ અને ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રને સૌપ્રથમ લીલીઝંડી મળશે.

કોરોના વાઈરસનાં પડકારનો સામનો કરવા ત્રણ સપ્તાહનો લોકડાઉન ખત્મ થયા પછી પણ ભીડ-ટોળા ભેગા ન થાય તેની કાળજી રાખવાનો સરકારનો મૂડ છે એટલે 14મી પછી પણ તબક્કાવાર અને અમુક ક્ષેત્રો પુરતી જ છુટછાટો આપવામાં આવે તેવી શક્યતા છે. લોકડાઉનને તબક્કાવાર ખત્મ કરવા માટે સરકાર આયોજન ગોઠવવામાં વ્યસ્ત બની છે. પ્રથમ તબક્કે જરુરી-આવશ્યક સેવાઓ-ઉત્પાદનની શ્રેણીમાં આવતા ક્ષેત્રને જ ખુલ્લા મુકવામાં આવશે તેમાં દવા, ફૂડ અને ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રોનો સમાવેશ થાય છે તેમાં પણ આંશિક નિયંત્રણો રખાશે. 50 ટકા કર્મચારીઓ મારફત જ કામકાજ શરુ કરવા દેવાશે. આ મામલે સરકાર વેપાર ઉદ્યોગ ક્ષેત્ર સાથે વાટાઘાટો કરી રહી છે અને અભિપ્રાયો મેળવી રહી છે.

લોકડાઉન ખત્મ થયા પછી તુર્ત જ ઓફિસ, માર્ગો અને બજારોમાં ભીડ એકત્રિત થવા લાગે તો ખતરનાક સાબિત થઇ શકે છે અને એટલે જ ઉદ્યોગજગતને વિશ્વભરમાં લઇને આગળ વધવાનો સરકારનો વ્યૂહ છે. લોકડાઉન આંશિકરુપે ખુલી જાય, વેપાર ઉદ્યોગમાં કામકાજ ચાલુ થઇ જાય અને ભીડ પણ એકત્રિત ન થાય તેવો ત્રિસ્તરીય વ્યૂહ વિચારવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કે કયા ક્ષેત્રોને ઉત્પાદન-કામકાજ શરુ કરવાની છૂટ આપવામાં આવે તે વિશે વેપાર ઉદ્યોગ સંગઠનોને જ પૂછાણ કરવામાં આવ્યું છે. આ સિવાય કેટલા ટકા સ્ટાફથી કામકાજ શક્ય બને, કામકાજમાં આવતા કર્મચારીઓ માટે જાહેર ટ્રાન્સપોર્ટેશન જરુરી હશે કે વ્યક્તિગત સેવા ઉભી કરી લેશે જેવા સવાલો પણ પુછવામાં આવ્યાં છે.

કોર્પોરેટ નિષ્ણાંતોએ એવું સુચવ્યું છે કે સંપૂર્ણ લોકડાઉન લાંબો સમય ટકી ન શકે અનેક ક્ષેત્રો બરબાદ થઇ જશે.નિયત સમયે લોકડાઉન ખત્મ કરવું પડશે ભલે તે આંશિક ધોરણે ઉઠાવવામાં આવે પરંતુ છુટછાટોની શરુઆત કરી દેવી પડશે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે લોકડાઉન આંશિક સ્વરુપે ઉઠાવાય તો પણ દેશ વિદેશમાં પોઝીટીવ મેસેજ પહોંચશે. સરકાર-ઉદ્યોગક્ષેત્ર પર સંકલન છે અને તબક્કાવાર તે ઉઠી જવાનો સંદેશો પહોંચશે. રોકાણ વધવા લાગશે અને માર્કેટ સેન્ટીમેન્ટમાં સુધારો થશે.ઉદ્યોગ માંધાતોઓનું કહિવુ છે. લોકડાઉન લંબાવવાથી થનારા નુકસાન વિશે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે છતાં અંતિમ ફેંસલો તો કેન્દ્ર સરકારનો જ હશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/BpI50rclQ7pKOwanKlNxEj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો