Placeholder canvas

અબડાસા: પરપ્રાંતીય જરૂરતમંદ પરીવારોને સલીમબાપુના ગ્રુપ દ્વારા મદદ પહોંચાડાય.

અબડાસા તાલુકાના સેવાભાવી સૈયદ પરીવાર દ્વારા લોકડાઉન થી આજ દીવસ સુધી સતત કચ્છના છેવાળાના તાલુકામાં જરૂરતમંદ પરીવારોને જે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરી ને બિરાદવવા આજે અબડાસા તાલુકા પંચાયતના માજી પ્રમુખ મુળજીભાઇ ગઢવી, અબડાસા ભાજપના માજી પ્રમુખ વિક્રમસિંહ જાડેજા, તાલુકા પંચાયતના માજી સદસ્ય ગીરીરાજસિંહ જાડેજા, કોઠારા વ્યપારી અગ્રણી વર્ધમાન શાહ , અબડાસા મુસ્લિમ સમાજ મોભી સૈયદ નિઝામુદ્દીન બાપુ અને કાસમભાઈ હિંગોરા અરજણપરએ મુલાકાત લઈ ને સમગ્ર સેવા ની પ્રશંસા કરી હતી.અને મુફ્તી એ આઝમ કચ્છ શૈયદ હાજી અહેમદશા બાપુના બિરાદર ડોક્ટર હાજી જહાંગીરશાના પરીવાર વતી સૈયદ સલીમબાપુ ને મુબારક બાદી સાથે અભિનંદન આપ્યા હતા

અબડાસા ભાજપના અગ્રણીઓ ના વરદ હસ્તે આજે મમૈયા ફાર્મ ચાર રસ્તા પર જે પરપ્રાંતીય જરૂરતમંદ મજદુર પરીવારો હતા તેમને રાશનકીટ વિતરણ કરવામાં આવી હતી આ કપરી પરિસ્થિતિમાં જયારે વિશ્વ આખો કોરોના ના મહા પ્રકોપ સામે જંગ લડી રહ્યો છે ત્યારે આ સૈયદ પરીવાર દ્વારા અનેક જગ્યાએ જયાં કોઈ સંસ્થા કે તંત્ર પણ નથી પહોંચી શક્યો એવા પરીવારો ગોતી ગોતી ને બિના સંકોચ વગર ભેદભાવે મદદ કરી રહેલા પરીવાર ને ઠેર ઠેર થી અભિનંદન ની વર્ષા થઈ રહી છે.

આ કામગીરી છેલ્લા અગીયાર દીવસ થી ચાલુ છે
કરો મહેરબાની તુમ અહેલે ઝમીં પર
ખુદા મહેરબાન હોગા અર્શે બરી પર
ઉપરોક્ત ઈસ્લામ ના આદેશ પર સંપુર્ણ અમલ કરવા ની કોશિશ કરી રહ્યા છીએ અને મદદ અમે નહીં પર માલીક પોતે કરી રહ્યો છે હું અને મારી સમગ્ર ટીમ ફક્ત વચ્ચે નિમીત થયા છીએ અમે કોઈ અહેસાન નથી કરતા અહેસાન તો લેનાર જરૂરતમંદ કરી રહ્યા છે જેઓએ અમને એ નેક કામ માટે જાણ કરી રહ્યા છે તેમ સૈયદ સલીમબાપુ એ જણાવ્યું હતું
આ સમગ્ર કામગીરી માં સૈયદ નશીબશા બાપુ ખીરસરા સરપંચ રજાક હિંગોરા અને સૈયદ સજાદહુસૈન અને અસ્ફાક સૈયદ અને સુલતાન હિંગોરા સહીત સહયોગ અને મહેનત રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/BpI50rclQ7pKOwanKlNxEj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…


આ સમાચારને શેર કરો