Placeholder canvas

વાંકાનેર: રાત્રે ભારે પવન સાથે વરસાદના ઝાપટા પડયા

વાંકાનેર : વરસાદની આગાહીના વચ્ચે આજે દિવસભર ઉકરાટ અને બફારો રહ્યા બાદ રાત્રીના અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને રાત્રીના 11.30 વાગ્યા બાદ ભારે પવન ફૂંકાયો હતો. બાદમાં ભારે પવનની સાથે વરસાદ પણ શરૂ થયો હતો.

વાંકાનેરમા રાત્રીના સાડા અગિયાર વાગ્યાની આસપાસ વાંકાનેર શહેર અને તાલુકાના મોટાભાગના વિસ્તારમાં ભારે પવન થયો હતો અને બાદમાં વરસાદ પડ્યો હતો જેના લીધે કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઇ હતી.

હાલમાં ખેતીમાં તલી, મગફળી, મગ જેવા પાકો લેવાનો સમય ચાલી રહ્યો છે તેમ જ કપાસમાં પણ વીણનો સમય આવી ગયો છે, ત્યારે આ તોફાની પવન સાથે વરસાદથી ખેતીમાં ખૂબ નુકસાન થયું છે. હજુ પણ તારીખ 18 સુધી વરસાદ પડવાની આગાહી છે, જો હવે વરસાદ પડશે તો ખેડૂતોના મોઢે આવેલો કોળીયો ઝૂંટવાઇ જશે.

ખેતીમાં ચોમાસા દરમિયાન પણ ખૂબ નુકસાન થયું હતું અને થોડું ઘણું જ બચ્યું હતું તે હવે આ વરસાદ ફનાહ કરી નાખશે, સરકાર બે-પાંચ હજાર ખેડૂતોને આપીને અને મોટી સખી હોવાની સુફયાણી વાતો કરશે, ડીંગ મારશે. ત્યારે ખેડૂતોને માથે હાથ દઇને રોવા આ સિવાય તેમના હાથમાં કંઈ જ નહીં હોય.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો