અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય, સૌરાષ્ટ્રના બંદરો પર 3 નંબરનું સિગ્નલ.

રાજ્યમાં એક સાયકલોનીક સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ પોર્ટ પણ 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પવનની ગતિ વધે તેવી આગાહીના આધારે સૌરાષ્ટ્રના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે માછીમારોને તા.18 સુધી દરિયો ન ખેડવા પણ સુચના અપાઈ છે. માછીમારી કરવા ગયેલી બોટો પરત ફરી રહી છે.હાલમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. જો કે દરિયામાં હજુ કોઈ ખાસ અસર ન વર્તાઈ રહી હોય તેમ દરિયો શાંત જોવા મળે છે.

માંગરોળના દરીયામાં નહિવત કરંટ જોવા મળ્યો છે. બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ફિશિંગમાં ગયેલી તમામ બોટો સલામત છે તેમજ તેઓનો સંપર્ક કરી નજીકના બંદરે પહોંચી જવા જણાવી દેવાયું છે. 275 બોટ પરત આવી ચુકી છે. હજુ પણ દરીયામાં 575 બોટો છે, જે નજીકના બંદરો તરફ આવી રહી છે.

આ સમાચારને શેર કરો