skip to content

જામનગર જિલ્લામાં એક જ પખવાડિયામાં બીજી દુષ્કર્મની ઘટના

ગુજરાતમાં જાણે આવારા તત્વોને હવે પોલીસનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના હાલાર પ્રદેશ ગણાતા જામનગરમાં છેલ્લા પખવાડિયામા બે દૂષ્કર્મની ઘટના સામે આવતાં પોલીસ તંત્ર પર સવાલ ઉઠી રહ્યાં છે. ધ્રોલ નજીક ફરવા આવેલા દંપતિને બે અજાણ્યા વ્યક્તિઓએ પતિને માર મારી પરણિતા પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગત સામે આવી છે.

જામાનગર જિલ્લામાં વધુ એક દૂષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં પરણિતા પર દૂષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં બે અજાણી વ્યક્તિઓ પર દૂષ્કર્મ આચાર્યાની ફરિયાદ કરાઇ છે. 

પ્રાપ્ત વિગત અનુસાર આ દંપતિ ધ્રોલ નજીક ફરવા આવ્યું હતું. ત્યારે બે અજાણ્યા વ્યક્તિઓએ છરી બતાવી દંપતિને રસ્તામાં રોક્યા હતા. ત્યારબાદ પતિને માર મારી પરણિતા પર દુષ્કર્મ આચર્યું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો