ગુજરાત પર 4 સિસ્ટમનો ઘેરો! આગામી ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો એલર્ટ

ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે(IMD) આગાહી કરી છે. લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. તેવામાં 12 ઓગસ્ટ સુધી ઉત્તર, મધ્ય સહિતના જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની IMDએ આગાહી કરી છે. જેમાં 11 ઓગસ્ટના રોજ […]

વાંકાનેરમાં ભારે પવનથી વૃક્ષ ધરાશાયી, નગરપાલિકાની ત્વરિત કામગીરીથી રસ્તો ખુલ્યો…

વાંકાનેર: ગત રાત્રેથી શરૂ થયેલા વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવનના કારણે વાંકાનેર શહેરમાં ઝાલા હોસ્પિટલ નજીક એક મોટું વૃક્ષ રસ્તા પર ધરાશાયી થયું હતું. વૃક્ષ રસ્તા પર પડી જતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી અને થોડા સમય માટે અવરજવરમાં અવરોધ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વાંકાનેર નગરપાલિકાનું સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું. કર્મચારીઓએ […]

વાંકાનેર પંથકમાં ભારે પવન સાથે એકથી દોઢ વરસાદ…

પીપળીયા રાજ ગામ પાસે રોડ પર ઈલેક્ટ્રીક થાંભલો પડી જતા રસ્તો થઈ ગયો બંધ… વાંકાનેર : આજે સાંજના સમયે લગભગ સમગ્ર વાંકાનેર પંથકમાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો જે જોતજોતામાં જ પવનની ગતિ ખૂબ વધી ગઈ અને વરસાદ પણ વધતા ઓછા પ્રમાણમાં સમગ્ર પંથકમાં એકથી દોઢ ઇંચ પડિયાના વાવડ મળી રહ્યા છે. વરસાદ પવન […]

ટંકારા: અમરાપરમાં ભારે પવનના કારણે ઝાડનો સોથ બોલી ગયો…

ટંકારા: આજે સવારથી ટંકારા તાલુકામાં ભારે વરસાદ અને ભારે પવન ચાલુ થયો હતો જેમાં ટંકારા તાલુકામાં ઝાડ અને પીજીવીસીએલની ઇલેક્ટ્રીક લાઈનમાં ભારે નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે ટંકારા તાલુકાના અમરાપર ગામમાં નિશાળમાં અને કેટલાક રહેઠાણ વિસ્તારમાં ઝાડ પડી ગયા અને ઘણી જગ્યાએ વાહનો અને એકઢારીયામાં નુકસાન થયું છે તો કેટલીક જગ્યાએ ભારે પવનના […]

વાંકાનેર: રાત્રે ભારે પવન સાથે વરસાદના ઝાપટા પડયા

વાંકાનેર : વરસાદની આગાહીના વચ્ચે આજે દિવસભર ઉકરાટ અને બફારો રહ્યા બાદ રાત્રીના અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને રાત્રીના 11.30 વાગ્યા બાદ ભારે પવન ફૂંકાયો હતો. બાદમાં ભારે પવનની સાથે વરસાદ પણ શરૂ થયો હતો. વાંકાનેરમા રાત્રીના સાડા અગિયાર વાગ્યાની આસપાસ વાંકાનેર શહેર અને તાલુકાના મોટાભાગના વિસ્તારમાં ભારે પવન થયો હતો અને બાદમાં વરસાદ […]