મોરબી નગરપાલિકાની ૩૫ જગ્યાઓ ભરવા માટે ભરતી મેળો યોજાશે

મોરબીની યુ એન મહેતા આર્ટસ કોલેજ ખાતે તા. ૨૬ ના રોજ સવારે ૧૧ કલાકે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે.જેમાં નગરપાલિકાને જરૂરિયાત મુજબના કોમ્પ્યુટર ઓપરેટર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, ફીટર, મોટર મિકેનિક, ઇલેક્ટ્રોનીક્સ (કોમ્પ્યુટર રીપેરીંગ) માટે આશરે 3૫ જુદી જુદી જગ્યાઓ પર આઈટીઆઈ પાસ ઉમેદવારોને એપ્રેન્ટીસ નિમણુક આપવા માટે પસંદગી કરવામાં આવશે.

લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે ભરતી મેળામાં ઉપસ્થિત રહેવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરની યાદી જણાવે છે.

આ સમાચારને શેર કરો
  • 32
  •  
  •  
  •  
  •  
  •  
    32
    Shares