Placeholder canvas

ટંકારા : સીઆરસીનું ટેબ્લેટ શાળામાં પણ પોતે અન્ય સ્થળે, સીઆરસી અને આચાર્ય ફરજ મોકૂફ

જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કાર્યવાહીથી ફરી શિક્ષણ જગતમાં ખળભલાટ

By Jayesh Bhatasna -Tankara

ટંકારા તાલુકાની શાળામાં સીઆરસી તેમને આપેલું ટેબ્લેટ શાળાએ મુકીને બહાર હોય અને દરમિયાન જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સરપ્રાઈઝ મુલાકાત દરમિયાન સીઆરસી ફરજમાં બેદરકારી સબબ ઝડપાયા હતા તેમજ શાળાના આચાર્ય તેમને મદદ કરતા હોય બંને સામે ફરજ મોકૂફ કાર્યવાહી કરવામાં આવી છે.

બનાવની મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાની અમરાપર ધાર પ્રાથમિક શાળામાં જીલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખે ડીપીઓને સાથે રાખીને સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી અને શાળાની મુલાકાતમાં સીઆરસીને આપવામાં વેલ ટેબ્લેટ શાળાના આચાર્ય પાસેથી મળી આવ્યું હતું આ ટેબ્લેટ સીઆરસીએ પોતાની પાસે રાખવાનું હોય અને તેના પરથી લોકેશન મેળવી શકાતું હોય જે ટેબ્લેટ શાળામાં મૂકી સીઆરસી અન્ય સ્થળે હોવાનું ખુલ્યું હતું.

જેને પગલે ડીપીઈઓ દ્વારા અમરાપર ધાર શાળાના આચાર્ય ગજેન્દ્ર કારેલીયા તેમજ સીઆરસી હિમત ભાગિયાને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે અને આ અંગે તપાસ સમિતિ રચીને યોગ્ય કાર્યવાહી કરાશે તેમ મયુર પારેખે જણાવ્યું હતું જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા એક બાદ એક સ્થળે સરપ્રાઈઝ ચેકિંગ કરીને કામમાં બેદરકારી દાખવતા શિક્ષકો અને સીઆરસી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વધુ એક વખત સખ્ત કાર્યવાહથી શિક્ષણ જગતમાં ખળભલાટ મચ્યો છે.

આ સમાચારને શેર કરો