Placeholder canvas

રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં ત્રણ ડોક્ટર બન્યા ડૉન, જુનિયર ને લંધારી નાખ્યો !!

‘તું જુનિયર છો, તને સરખો કરવાનો છે, કહી 3 ડોક્ટરોએ ઠોક્યાં ફડાકો એન્ડ ઢીકાપાટુ ! પોલીસમાં ફરિયાદ

રાજકોટમાં વધતા મારામારીના બનાવો વચ્ચે સિવિલ હોસ્પીટલના કે.ટી.ચિલ્ડ્રન વોર્ડમાં ફ્રજ ઉપર રહેલા તબીબને ત્રણ ડોક્ટરોએ તું જુનીયર છો, તને સરખો કરવાનો છે કહી ફ્ડાકો મારી, ઢીકાપાટુંનો માર મારતા ભારે ચકચાર મચી જવા પામી છે અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

રાજકોટની સિવિલ હોસ્પિટલના કે.ટી. ચિલ્ડ્રન વોર્ડમાં ડોકટરો વચ્ચે માથાકૂટ થતા પોલીસ કાફ્લો દોડી ગયો હતો મૂળ બનાસકાંઠાના દિયોદર ગામનો અને હાલ રાજકોટ મેડીકલ કોલેજની હોસ્ટેલમાં રહી પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ડોક્ટર ધવલભાઈ પ્રતાપભાઈ બારોટને ત્રણ ડોક્ટરોએ મારકૂટ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ધવલ બારોટે જણાવ્યું હતું કે પોતે 01 મહિનાથી નવજાત બાળકોના વિભાગમાં નોકરી ઉપર હતો ત્યારે 12 વર્ષ સુધીના બાળકોના વિભાગમાં નોકરી ઉપર રહેલા આલોકસિંગે અન્ય બે ડોક્ટર જીમિત અને કેયુર મુનિયાને બોલાવ્યા હતા અને મને ફેન કરીને નીચે બોલાવતા હું ત્યાં ગયો હતો ત્યારે ત્રણેય ડોક્ટરોએ તું જુનીયર છો છતાં કેમ સીનીયરની જેમ વર્તે છે તને આજે સરખો કરવાનો છે અમારી એક્ઝામ પૂરી થઇ ગઈ છે હવે ડીપાર્ટમેન્ટ અમારું કશું કરી નહિ શકે તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો અને એક ફ્ડાકો ઝીકી દીધો હતો.

બાદમાં ત્રણેયે મને ઢીકા-પાટુનો માર મારવાનું ચાલુ કરી દીધું હતું દેકારો કરતા અહીં દાખલ બાળકોના પરિવારજનો દોડી આવ્યા હતા અને મને વધુ મારથી બચાવ્યો હતો ઘટના અંગે જાણ થતા ડીન પણ દોડી આવ્યા હતા પોલીસને જાણ કરતા પ્રનગર પોલીસનો સ્ટાફ્ પણ દોડી આવ્યો હતો તેઓની સાથે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોચ્યો હતો.

હુમલાખોર ત્રિપુટીને બચાવવા ડયુટીનું બહાનું ધરી દેવાયું – ધવલ બારોટે જણાવ્યું હતું કે આલોકસિંગની એકની જ ડયુટી હતી તેણે જીમિત અને કેયુરને ફેન કરીને બોલાવ્યા હતા અને પ્લાન ઘડી મને માર માર્યો હતો. પોલીસે ત્રણેય હુમ્લખોર તબીબોને સાથે પોલીસ સ્ટેશને આવવાનું કહ્યું હતું, પરંતુ તેઓને ડયુટી ચાલુ હોવાથી ન મોકલી શકાય તેવું બહાનું ધરી દેવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરો