Placeholder canvas

મીતાણા ચોકડી પર સિમેન્ટ બ્લોકમાં બાઈક અથડાતા ચાલકનું મોત

મોરબી રાજકોટ હાઇવે પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે ત્યારે મીતાણા ચોકડી પર નવા બની રહેલ ઓવરબ્રિજની સિમેન્ટ પેનલ સાથે આધેડનું બાઈક અથડાતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ ટંકારાના હમીરપર ગામે રહેતા રૂપસિંગ રાયસિંગ બૂડેદિયા (ઉ.૪૪) પોતાનું સ્પ્લેન્ડર મોટર સાઈકલ એન્જીન નંબર ૦૩સી/૮ એમ.ઓ.૩૩૫૭ વાળું લઈને પુર ઝડપે મોરબી રાજકોટ હાઈવે પર જતો હોય

એ દરમિયાન મીતાણા ચોકડી પર નવા બનતા ઓવર બ્રીજના સિમેન્ટના આર.ઈ. પેનલ (બ્લોક) સાથે પોતાનું મોટર સાઈકલ ભટકાતા માથાના ભાગે તેને ગંભીર ઈજા પહોચી હતી જેમાં રૂપસિંગ બૂડેદિયાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે મૃતકના ભાઈ માનસિંગ બુદડીયાની ફરિયાદ લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો