Placeholder canvas

વાંકાનેર: પંચાસીયા તાલુકા પંચાયત સીટની ચૂંટણી ઉમેદવારો નહીં મતદારો લડે છે: વિજય નિશ્ચિત

વાંકાનેર તાલુકા પંચાયતની પંચાસીયા સીટ એ સમગ્ર તાલુકાનું ધ્યાન ખેંચતી સીટ છે. તમામ રાજકીય વ્યક્તિઓ અને રાજકારણમાં રુચિ ધરાવતી વ્યક્તિઓની નજર આ સીટ પર મંડાયેલી છે.

જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ આ સીટ પર ચિત્ર સ્પષ્ટ થતું જાય છે. આ સીટમાં પંચાસીયા, વાંકીયા અને રાણેકપર ગામનો સમાવેશ થાય છે. છેલ્લા બે દિવસથી આ સીટ પર ચૂંટણીનો માહોલ જામ્યો છે. પરંતુ આ વખતની ચૂંટણીની સ્થિતિ કંઇક અલગ છે.

આ સીટ પર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમહમદભાઇ બ્લોચના પુત્રવધુ ચૂંટણી લડી રહ્યા છે આ વખતે માહોલ કંઈક એવો થયો છે કે આ સીટ પર ઉમેદવાર નહીં પરંતુ મતદારો ખુદ ચૂંટણી લડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મોટાભાગના મતદારો કહે છે કે બસ હવે તો ગુલમહમદભાઇ જ….

પંચાસીયા તાલુકા પંચાયત સીટમાં ગુલ મહમદભાઇ બ્લોચના પરિવારના સભ્ય મેદાનમાં આવતા રાતીદેવરી જિલ્લા પંચાયતના ઉમેદવારને પણ અહીં લાભ મળી રહ્યો છે. જેથી આ સીટ ઉપર ભાજપને સારી એવી લીડ મળે એવી હાલની સ્થિતિ લાગી રહી છે.

આ સમાચારને શેર કરો