મોરબી: ડેપ્યુટી ડીડીઓ તરીકે ગીર સોમનાથના ઇલાબેન ગોહિલની નિમણૂક

મોરબી : રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આજે 5 નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી કરી છે. સાથોસાથ 8 અજમાયશી અધિકારીઓને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જેમાં ગીર સોમનાથમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ઇલાબેન ગોહિલની મોરબીમાં બદલી કરવામાં આવી છે. જેથી ઇલાબેન ગોહિલ હવે મોરબી ડે. ડીડીઓ તરીકે ચાર્જ સંભાળશે.

આ સમાચારને શેર કરો
  • 53
  •  
  •  
  •  
  •  
  •  
    53
    Shares