skip to content

મોરબીમાં એક જ દિવસમાં 3 કોરોના પોઝીટીવ: જિલ્લામાં કુલ ૨૭ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને આજના દિવસમાં મોરબી જિલ્લાની અંદર વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ મોરબીની એક વ્યક્તિ જેવો રાજકોટ સારવાર હેઠળ છે એમનું સેમ્પલ પણ લેવામાં આવ્યું હતું અને તે પણ પોઝિટિવ આવતા મોરબીમાં આજે એક દિવસમાં કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા આંકડો 27 પર પહોંચ્યો છે.

આજે જે કેસ આવેલ છે તેમા ગઈકાલે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેથી લેવાયેલ સેમ્પલ પૈકી મોરબી શહેરના પુનિતનગર સોસાયટીમા રહેતા ૩૮ વર્ષના યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવેલ છે અને હાલમા મળતી પ્રાથમિક માહિતી મુજબ તેઓ ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડેલ નથી તેમજ દર્દી હાલ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે દાખલ છે અને દર્દીને અન્ય કોઈ બીમારી માલૂમ પડેલ નથી.

તે ઉપરાંત ગઈકાલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- રાજપર ખાતેથી લેવાયેલ સેમ્પલ પૈકી મોરબી શહેરના અવની ચોકડી વિસ્તારમા રહેતા અને રંગપર બેલા રોડ પર જનરલ પ્રેક્ટિસ કરતા ૨૫ વર્ષના યુવાન ડોકટરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવેલ છે અને હાલમા મળતી પ્રાથમિક માહિતી મુજબ તેઓ ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડેલ નથી તેમજ દર્દી ને અન્ય કોઈ બીમારી માલૂમ પડેલ નથી અત્યારે સર્વે સહિતની અન્ય તમામ કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે.

ત્રીજો કેસ

મોરબી શહેરમા આજે 2 કેસ જાહેર થયા બાદ વધુ એક કોરોનાનો કેસ નોંધાયો છે અને બપોર પછીના સમય દરમિયાન મોરબી શહેરના જુદાજુદા ત્રણ વિસ્તારની અંદર ત્રણ કોરોના પોઝિટિવ કેસ સામે આવેલ છે માટે આરોગ્ય વિભાગે હાલમાં દોડતું થઇ ગયું છે.

છેલ્લો જે કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે તે મોરબી શહેરના કબીર ટેકરી વિસ્તારની અંદર રહેતા ૭૫ વર્ષની ઉંમરનાં વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા હાલમાં તે રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને તે જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવા સહિતની કામગીરી અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવે છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો