skip to content

મોરબી: યદુનંદન પાર્કમાં રહેતો 44 વર્ષિય યુવક કોરોનાથી સંક્રમિત

મોરબીમાં ગઈકાલે 3 પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે સવારમાં જ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમાં યદુનંદન પાર્કમાં રહેતા 44 વર્ષના યુવક કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. પોઝિટિવ જાહેર થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગઈકાલે રાજકોટની સ્ટાર સીનર્જી હોસ્પિટલમાં દાખલ થયેલ મોરબી શહેરના શનાળા રોડ પરના યદુનંદન પાર્ક વિસ્તારમા રહેતા 44 વર્ષના જયેશભાઇ ઠાકરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવેલ છે. મળેલ પ્રાથમિક માહિતી મુજબ તેઓની થોડા દિવસ પહેલાંની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું સામે આવેલ છે. હાલ દર્દી રાજકોટની સ્ટાર સીનર્જી હોસ્પિટલ ખાતે દાખલ છે. આ કેસ પોઝિટિવ આવતા મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કુલ 28 કેસ નોંધાયા છે. તંત્રેએ સર્વે, કંટેનમેન્ટ ઝોન, બફર ઝોન સહિતની અન્ય તમામ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો