Placeholder canvas

‘મહા’ આફત: રાજ્યમાં NDRFની 15 ટીમો ફરજ પર,વધુ 10 ટીમ બોલાવાશે

વાવાઝોડામાં ખેડૂતોને નુકસાન થશે તો ફરીથી સર્વે કરાશે: રાજ્યના ખેડૂતોને સલામત સ્થળે પાક ખસેડવા કૃષિ સચિવની અપીલ

રાજ્ય સરકાર દ્વારા ‘મહા’ વાવાઝોડાના સંકટને પહોંચી વળવા કવાયત હાથ ધરી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમીક્ષા બેઠક લીધી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રીએ મંત્રીઓને ‘વાયુ’ની તૈયારીની જેમ જ સંભવિત જિલ્લાઓમાં જવા સૂચના આપી દીધી છે. દરમિયાન રાજ્યના કૃષિ સચિવ પૂનમચંદ પરમારે ખેડૂતોને તૈયાર પાક સલામત સ્થળે ખસેડવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે સરકાર વાવાઝોડા બાદ નુકસાનનો સરવે કરાવશે.

કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પરમારે કહ્યું, ‘સમગ્ર રાજ્યમાં 33 જિલ્લામાં વ્યાપક વરસાદની સંભાવના હોવાથી ખેડૂતોએ પોતાનો પાક સલામત સ્થળે રાખી દેવો જેથી ખેડૂતોને નુકસાની ન વેઠવી પડે. સરકારે વાવાઝોડા માટે કવાયત હાથ ધરી છે. વાવાઝોડામાં જો ખેડૂતોને નુકસાની થશે તો ફરીથી સર્વે હાથ ધરાશે.”

દરમિયાન રાજ્ય સરકારે વાવાઝોડાના સંભવિત ખતરાને પહોંચી વળવા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યમાં NDRFની 15 ટીમો ફરજ પર છે. વાવાઝોડા સામે રેસ્ક્યૂ અને બચાવ કાર્ય માટે પંજાબથી અને મહારાષ્ટ્રથી 5-5 ટીમો બોલાવાશે.

કૉસ્ટગાર્ડના 7 જહાજ બે વિમાન સ્ટેન્ડ બાય

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા માછીમારોને આગામી 8મી નવેમ્બર સુધી દરિયો ન ખેડવા અપીલ કરાઈ છે. તેમ છતાં વાવાઝોડા દરમિયાન કે ભારે વરસાદ દરમિયાન કોઈ જરૂરિયાત જણાય તો કૉસ્ટગાર્ડના 7 જહાજ અને 2 વિમાન સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો