વાંકાનેર: તીથવામાં લીવ ઇન રિલેશન શિપ મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે લીવ ઇન રિલેશનશિપ મુદ્દે બે જૂથ વચ્ચે હિસંક અથડામણ થઈ હતી.બાદમાં બન્ને પક્ષે સામસામી વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અફસાનાબેન જાવીદભાઈ હુશેનશા શાહમદાર ઉવ-૨૫ રહે- મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે મચ્છી પીઠએ (૧) રમેશભાઈ કાનજીભાઈ કોળી (૨) બાલાભાઈ કાનજીભાઈ કોળી (૩) પાંચાભાઈ કાનજીભાઈ કોળી (૪) કાંતાબેન વા/ઓ બાલાભાઈ કોળી (૫) સવજીભાઈ બાલાભાઈ કોળી રહે- બધા તીથવા તા-વાંકાનેર સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,ફરીયાદીની બહેન વહીદાબેને આરોપી નં-(૫) સવજીભાઈ સાથે લીવ ઇન રીલેશનશીપથી તેની સાથે રહેતા હોય અને ફરીયાદીના પતિ તેની શેરીમાંથી નીકળતા આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ એક્સંપ કરી આરોપી નં-૧,૨, તથા ૪ તથા ૫ નાઓએ ફરી.ને જેમ ફાવે તેમ ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી ઢસરડી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી નં-૩ નાએ ફરીયાદીને વાંસાના પાછળના ભાગે લોખંડના પાઇપ વતી મુંઢ ઇજા કરી હતી.
જ્યારે સમાપક્ષે વહીદા ઉર્ફે વૈશાલી ડો/ઓ કાળુભાઈ ફરીદશા શાહમદાર ઉવ-૨૫ રહે તીથવા કંદોઈ શેરી વાંકાનેરએ આરોપી (૧) અફસાનાબેન કાળુભાઈ (ફરીયાદીની બહેન) (૨) સબાનાબેન અનવરભાઈ ફકીર (૩) હુશેનભાઈ અનવરભાઈ ફકીર (૪) હનીફાબેન અનવરભાઈ ફકીર (૫) જાવીદ હુશેનભાઈ ફકીર (૬) રહીમશા ફરીદશા ફકીર (૭) મેહબુબશા ફકીરશા ફકીર (૮) સલીમભાઈ (ફરીયાદીના ફુવા) (૯) મુમતાજબેન વા/ઓ સલીમભાઈ (ફરીયાદીના ફઈ) (૧૦) હલીમાબેન વા/ઓ કાળુભાઈ (ફરીયાદીના માતા) રહે બધા તીથવા વાંકાનેર સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે,તા- ૦૩/૧૧/૧૯ ના સાંજના આશરે સાડા ચારેક વાગ્યા વખતે તીથવા ગામે કંદોઈ શેરી ખાતે બનેલા બનાવમાં ફરીયાદીએ સાહેદ સવજીભાઈ સાથે લીવ ઇન રીલેશનશીપથી મૈત્રી કરાર કરી રહેતા હોય જે આરોપીઓને સારૂ નહી લાગતા આ કામના આરોપીઓએ એક્સંપ કરી આરોપી નં- ૧ નાએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી જપાજપી કરી ગાળો આપી તેમજ આરોપી નં-૨ નાએ ફરી.ને લાકડી વતી થાપાના ભાગે મુંઢ માર માર્યો હતો. તેમજ બાકીના આરોપીઓએ શરીરે ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો તથા આરોપી નં-૬ અને ૭ નાઓએ ફરીયાદી તથા સાહેદ સવજીભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.