Placeholder canvas

વાંકાનેર: ઝુંપડા તથા કાચા મકાનોમાં રહેતા લોકોની વ્હારે જીતુભાઇ સોમણી, રહેવા-જમવાની વ્યવસ્થા કરી

વાંકાનેર: આજે મોડી રાત્રિથી આવતીકાલે મંગળવારે મોડી રાત સુધી સંભવિત વાવાઝોડાની અસર રહેશે તેવું હવામાન વિભાગે જણાવતાં વાંકાનેરનાં પૂર્વ નગરપતિ જીતુભાઇ સોમાણીએ કાર્યકર્તાઓ સાથે મળીને વાંકાનેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ઝુંપડા તેમજ કાચા અને ભયજનક મકાનોમાં રહેતા લોકોને રૂબરૂ મળી સાવધ કર્યા હતા.

આવા તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવા સાથે તેઓએ પણ નિરાશ્રિત લોકો માટે વ્યવસ્થા ગોઠવી છે જેની માહિતી લોકોને આપી ત્યાં આવી જવા અપીલ કરી હતી. જેમાં લોહાણા ભોજનશાળા તથા ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ જરૂર પડ્યે પોતાના શ્રીરામ કોમ્પ્લેક્ષ ખાતે લોકોને રહેવા તથા જમવાની વ્યવસ્થા પુર જોશમાં શરૂ કરવામાં આવી હોવાનું જણાવી તેઓએ લોકોને હૈયાધારણા આપી હતી. જરૂર પડ્યે ગમે તેટલા લોકોની વ્યવસ્થા લોહાણા ભોજનશાળા તેમજ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વ્યવસ્થા કરવામમાં કરવામાં આવી હોવાથી લોકોને આવી જવા જણાવ્યું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો