રાતીદેવરી જિલ્લા પંચાયત સીટ ઉપર કમળ ખીલાવશે જાહિરઅબ્બાસ : બહોળો લોક પ્રતિસાદ

મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેરમાં આવતી રાતીદેવરી જિલ્લા પંચાયત સીટ ઉપર ભાજપના ઉમેદવાર જાહીર અબ્બાસ યુસુફભાઈ શેરસીયા હાલમાં આ મત ક્ષેત્રમાં ભારે પ્રચાર કાર્ય કરી રહ્યા છે.

આ જિલ્લા પંચાયત હેઠળની ચારે ચાર તાલુકા પંચાયતના ઉમેદવારો મજબૂત છે. તેઓ પોતાની સીટમાં ભાજપના બન્ને ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા છે, એમને પણ ખૂબ સારો આવકાર મળી રહ્યો છે. આમ જિલ્લા પંચાયતની બેઠકમાં નીચેના ચારે ચાર તાલુકા પંચાયતના ઉમેદવારનો ખૂબ સારો સપોર્ટ મળતા આ સીટ પર ઝહિરઅબ્બાસ કમળ ખિલાવશે.

રાતીદેવળી જિલ્લા પંચાયત સીટમાં વાંકાનેર તાલુકા ભાજપના આગેવાનો કેસરીદેવસિંહજી, હિરેન પારેખ, કિશોરસિંહ ઝાલા, મહાવીરસિંહ ઝાલા, સુરેશભાઇ પ્રજાપતિ, યુસુફભાઈ શેરસીયા, ગુલમહમદભાઇ બ્લોચ, ધમભા ઝાલા અને બીજા ભાજપના આગેવાનો આવીને ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે અને મતદારોને મત આપવાની અપીલ કરી રહ્યા છે.

આ વિસ્તારના દરેક ગામના યુસુફભાઈ શેરસિયાના ટેકેદારો અને ચારે ચાર તાલુકા પંચાયતના ઉમેદવારના ટેકેદારો પોતાના ગામમાં પ્રચાર કાર્ય સંભાળી લીધું છે જેમનાથી હાલમાં ખૂબ સારું વાતાવરણ ઊભું થયું છે. હાલ ભાજપના દરેક આગેવાનો આ જિલ્લા પંચાયત અને તેની ચારે ચાર તાલુકા પંચાયતોના ઉમેદવારો માટે કોઇ કચાશ છોડવા માગતા નથી. એ જોતા એવું લાગે છે કે અહીં કમલ જરૂર ખીલશે…

આ સમાચારને શેર કરો
  • 64
  •  
  •  
  •  
  •  
  •  
    64
    Shares