Placeholder canvas

ONGC ભરતી મામલે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, ગુજરાતના અનેક ઉમેદવારને થશે લાભ

મળતી માહિતી અનુસાર, ONGCની વર્ગ ૩ અને ૪ની ભરતી પ્રક્રિયામાં ઓ.એન.જી.સીએ એવું ઠેરવ્યું હતું કે, 20/2/2019ની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ અથવા તે પહેલાંનું ડોમેસાઈલ સર્ટિફિકેટ જ માન્ય ગણાશે અને તે ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાનું રહેશે. આને લીધે ગુજરાતના ઘણાં બધાં વિદ્યાર્થીઓ આ ભરતી પ્રક્રિયામાંથી બાકાત રહી જાય તેમ હતું. તેથી આ વિદ્યાર્થીઓને હાઇકોર્ટમાં અરજી કરવા માટે ફરજ પડી હતી. આથી હાઇકોર્ટે આ ભરતી પ્રક્રિયા ઉપર રોક લગાવી હતી.

ગુજરાતના ડોમિસાઇલ વાળા વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવા અંગેના નિર્ણયને લઇને વિવાદ થયો હતો. આજે હાઇકોર્ટે આ અરજી ઉપર ચુકાદો આપ્યો છે. ભરતી પ્રક્રિયામાં ઓનલાઇન અરજી કરતી વખતે જ ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું જોઈએ, ડોક્યુમેન્ટ્સની ચકાસણી અને ઇન્ટરવ્યૂ વખતે ડોમિસાઇલ સર્ટિફિકેટ રજુ કરે એ નહિ ચલાવી લેવાય, એ મતલબના ઓ.એન.જી.સી.ના વલણને હાઇકોર્ટે ફગાવ્યું છે.

ઓ.એન.જી.સી.ના વલણના કારણે ગુજરાતના જ ડોમિસાઇલ હોય એવા ઘણા ઉમેદવારોને અન્યાય થઇ રહ્યો હોવાની ફરિયાદ કોર્ટે સ્વીકારી હતી. ગુજરાતના ડોમિસાઈલ વાળા વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી વખતે નહીં, સ્કિલ ટેસ્ટ આપવાનો થાય એ વખતે રજુ કરવું જરૂરી તેવો હાઇકોર્ટ ચુકાદો આપ્યો છે. ડોમિસાઈલ સર્ટિફિકેટ જરૂરી હોવાની વાતને કોર્ટે માની, પણ ડોમિસાઈલ સર્ટિફિકેટ રજૂ કરવા અંગેના તબક્કા અંગે ઓ.એન.જી.સી.નો નિર્ણય ભૂલ ભરેલો હોવાનું ઠેરવ્યું. સેંકડો ઉમેદવારોને આ ચુકાદાથી થશે મોટો લાભ થશે.

આ સમાચારને શેર કરો