Placeholder canvas

ગૌશાળાઓ/પાંજરાપોળોની સહાય યોજનાની જાહેરાત : માહિતી વેબસાઈટ ઉપર ઉપલબ્ધ

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગૌશાળાઓ—પાંજરાપોળોની સહાય યોજનાની વિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ, ગૌશાળાઓ—પાંજરાપોળોને લાભ લેવા ઓનલાઈન અરજી કરવી.

રાજયની રજીસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળો તથા ગ્રામ પંચાયતોને ધ્યાન દોરતા જણાવવાનું કે નાણાંકીય વર્ષ–૨૦૨૧–૨૨ માટે બોર્ડની વિવિધ સહાયકારી યોજનાઓ આઈ-ખેડૂત પોર્ટલ પર મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો બોર્ડની Website : https://gauseva.gujarat.gov.in  પર ઉપલબ્ધ છે. આઈ-ખેડૂત પોર્ટલ પર તા. ૦૧-૦૭-૨૦૨૧ થી તા.૩૧-૦૭–૨૦૨૧ દરમ્યાન અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે.

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી, પશુ ચિકિત્સા અધિકારીશ્રી અને જીલ્લા નોડલ અધિકારીશ્રીની ભલામણ સહીત અને અરજી અરજી ફોર્મમાં જણાવેલ બિડાણ સહિત અરજી, ઓનલાઈન કર્યા તારીખથી દિન-૩૦ પહેલા બોર્ડને ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, બ્લોક નં. ૭/ર,ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર પર બોર્ડને મોકલી આપવાની રહેશે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો