Placeholder canvas

સિવિલના ગાયનેક વિભાગમાં ફરજ બજાવનાર અલ્ફિયા માથકિયા બન્યા કોરોના વોરિયર્સ

વાંકાનેરના મુસ્લિમ સમાજની યુવતી બની કોરોના યોધ્ધા

રાજકોટની સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં નર્સ તરીકે ફરજ બજાવનાર કોરોના વોરિયર્સ બન્યા છે.

રાજકોટ સીવીલ હોસ્પિટલનાં ગાયનેક વિભાગમાં જીએનએમ નર્સ તરીકે ફરજ બજાવનાર અલ્ફિયા માથકિયાને કોરોના વોર્ડમાં ફરજ સોંપવામાં આવી છે. તેઓ હાલની સ્થિતિમાં દર્દીને સારી સારવાર અને પ્રોત્સાહન મળી રહે તે પ્રકારની કામગીરી કરી રહ્યા છે.

વોર્ડમાં દાખલ દર્દી પર અંગત ધ્યાન આપીને કોઈ પરિવારનું સભ્ય હોય તેમ અવાર નવાર ખબર અંતર પુછે છે. આ ઉપરાંત દર્દીને કોરોનાથી ગભરાવવું નહીં અને અનેક કોરોના દર્દી સાજા થઈ ગયાની વાત કહી હિંમત પૂરી પાડી છે.

તેઓએ આ સમયમાં ચેલેન્જિંગ કામગીરી ઉઠાવી સાથે પરિવારની પણ જવાબદારી સંભાળી લે છે. ઘરે આવ્યા બાદ તેઓ પોતાના કપડાં અલગ રાખે છે અને સ્નાન કર્યા બાદ ઘરમાં પડેલી વસ્તુને હાથ લગાવે છે. તેમના પતિ ઈમ્તિયાઝ શેરસિયા પણ તેમને આ કામગીરી કરવા ઉત્સાહ વધારે છે અને ઘરના કામની ચિંતા ન કરી દર્દીઓની સેવા કરવા પ્રેરણા આપી રહ્યા છે.

અલ્ફિયા માથકિયા મૂળ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના યુનુસભાઇ માથકિયાના દીકરી છે, યુનુસભાઇ માથકીયા હાલ રાજકોટમાં પોલીસ તરીકે સેવા આપી રહ્યા છે, અલ્ફિયા માથકિયાના વાંકાનેર તાલુકાના લાલપર ગામના ઇમ્તિયાઝ શેરસિયા સાથે મેરેજ થયા છે. તેઓ હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપી રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો