skip to content

મોરબી: મહેન્દ્રનગર ચોકડી પાસે રહેતા વૃદ્ધનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝીટીવ

મોરબી જીલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ મળીને છ કેસ નોંધાય હતા જો કે આજે વધુ એક કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો હોવાની માહિતી મળેલ છે.

મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં મોરબીમાં ત્રણ, ટંકારામાં એક, વાંકાનેરમાં એક અને હળવદમાં એક કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો છે, તેવામાં આજે યુપીના એક વૃદ્ધને અમદાવાદ હાર્ટની સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેનો કોરોનાનો રીપોર્ટ કરવામાં આવતા તેને કોરોના પોઝીટીવ આવેલ છે. જેથી વૃદ્ધને અમદાવાદ સિવિલમાં સારવારમાં રાખવામાં આવ્યા છે.

વધુમાં આરોગ્ય વિભાગના અધિકારી પાસેથી મળી રહેલી માહિતી મુજબ મહેન્દ્રનગર ચોકડી પાસે યુપીના વૃદ્ધ જાકીરભાઇ શેખ (૬૫) ના દીકરાની પંચરની દુકાન આવેલી છે ત્યાં તે દીકરાની સાથે રહેતા હતા અને લોક ડાઉન પહેલા તે મોરબી આવ્યા હતા બાદમાં ૩૦/૫ ના રોજ તેને હાર્ટની તકલીફ થતા તેઓને અમદાવાદ સારવારમાં ખસેડાયા હતા અને તેમને ૯/૬ ના રોજ રજા આપવામાં આવી હતી જેથી તે મોરબી આવ્યા હતા.

જો કે તા ૧૩/૬ ના રોજ તેને ફરી પાછી હાર્ટની તકલીફ થતા અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને આજે તેનો કોરોનાનો રીપોર્ટ કરવામાં આવ્યો તો તે પોઝીટીવ આવેલ છે હાલમાં પિતા અને પુત્ર બન્ને અમદાવાદ હોસ્પીટલે છે આમ અત્યાર સુધીમાં મોરબી જીલ્લામાં કુલ મળીને કોરોનાના સાત પોઝીટીવ કેસ નોંધાયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો