Placeholder canvas

વાંકાનેર: તીથવા ગામે બે બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે તા.14ના બે બાઈક વચ્ચે અકસ્માત થતા એક બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

તા.14ના રોજ તીથવા ગામે ખ્વાજાનગરના બોર્ડ પાસે નવા બનાવેલા પુલ નજીક હોન્ડા સાઇન મોટર સાયકલ રજી.નં. Gj-03G-0719 ના ચાલકે બાઈક ગફલતભરી રીતે ચલાવી ગોપાલભાઇના હોન્ડા સ્પેલન્ડર પ્લસ રજી. નંબર Gj-03D-1727 સાથે અકસ્માત કર્યો હતો. આથી, ગોપાલભાઈને હાથ-પગ તથા માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા સામજીભાઇ નરશીભાઇ દેત્રોજા એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી બાઇકચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો