Placeholder canvas

વાંકાનેર: રાતીદેવડી ગામે મફતીયા પરામાં જુગાર રમતા 8 ઝડપાયા

By શાહરુખ ચૌહાણ
વાંકાનેર: રાતીદેવડી ગામે મફતીયા પરામાં સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે રેડ કરતાં ત્યાંથી 8 પતા પ્રેમીઓ 26.200 રોકડા સાથે ઝડપાયા

મળતી માહિતી મુજબ વાંકાનેર રાતીદેવરી ગામે મફતીયા પરામાં જુગાર રમતા હોવાની ખાનગી બાતમી આધારે રેડ કરતાં ત્યાંથી (૧) વશરામભાઈ ઉર્ફે વસો પ્રેમજીભાઈ વરાણિયા રહે. રાતીદેવડી વાંકાનેર (૨) મનસુખ ઉર્ફે મટલો લધુભાઇ મદ્રેસાણીયા રહે રાતીદેવડી વાંકાનેર (૩) રાહુલ રામજીભાઈ સોલંકી રહે રાતીદેવડી વાંકાનેર (૪) નિઝામુદ્દીન વલીમામદભાઈ માથકિયા રહે રાતીદેવડી વાંકાનેર (૫) અનિલ નારાયણભાઈ મકવાણા રહે રાતીદેવડી વાંકાનેર (૬) રતાભાઇ માલાભાઈ ગમારા રહે રાતીદેવડી વાંકાનેર (૭) ગોપાલ લધુભાઇ મદ્રેસાણીયા રહે રાતીદેવડી વાંકાનેર (૮) ભરત ઉર્ફે ભુરો ગુણવંત ભાઈદેડા રહે રાતીદેવડી વાંકાનેરને કુલ 26.200 રોકડા રૂપિયા સાથે પકડીને જુગારધારા મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કામગીરી કરનાર સીટી પોલીસ અના.પો.કોન્સ. શક્તિસિંહ જનકસિંહ જાડેજા, પો.કોન્સ જનકભાઈ ચાવડા, છનાભાઇ રોજાસરા, મુકેશભાઈ ફાંગલીયા રોકાયા હતા.

આ સમાચારને શેર કરો