Placeholder canvas

વાંકાનેર: માટેલ રોડ પરના સીરામીક લેબર કોલોનીમાં જુગાર રમતા 6 ઝડપાયા

By શાહરુખ ચૌહાણ
વાંકાનેર તાલુકાના ઢુવાથી માટેલ રોડ ઉપર આવેલા રેસી સીરામીક લેબર કોલોની પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની ખાનગી બાતમીના આધારે રેડ કરતા 11.240 રોકડા રૂપિયા સાથે 6 પતા પ્રેમીઓ ઝડપાયા

મળતી માહિતી મુજબ વાંકાનેર માટેલ રોડ પર આવેલા રેસી સીરામીકની લેબર કોલોનીમા અમુક ઇસમો જુગાર રમે છે તેવી પોલીસ કોન્સ્ટેબલ અકિલ બામણીયાને ખાનગી બાતમી મળતા ત્યાં રેડ કરતા ત્યાંથી આરોપીઓ ઝડપાયા હતા.

પકડાયેલા આરોપીઓ (૧) મનુભાઇ છનાભાઇ ચૌહાણ જાતે અનુ.જાતી ઉવ.૩૯ રહે.હાલ રેસી સીરામિક, માટેલ રોડ,તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ ચોટીલા,બસ સ્ટેશન રોડ મસ્જીદની બાજુમાં જી.સુરેન્દ્રનગર (ર)પ્રવિણભાઇ નરશીભાઇ ગેલડીયા જાતે કોળી ઉવ.ર૬ રહે.સરકણીયા મંદીર પાસે, તા.વાંકાનેર મુળ રહે.હીટન
નગર-૧, થાન જી.સુરેન્દ્રનગર
(૩) ભરતભાઇ સોમાભાઇ વાઘેલા જાતે અનુ.જાતી ઉવ.ર૮ રહે.હાલ રેસી સીરામિક, માટેલ રોડ મુળ ગામ બહારપુરા તા.ધોરાજી જી.રાજકોટ
(૪) હંસરાજભાઇ ચતુરભાઇ પનારા જાતે કોળી ઉવ.૨૮ રહે.સરકળીયા મંદીર પાસે, માટેલ તા.વાંકાનેર મુળ
રહે.વગડીયા તા.મુળી જી.સુરેન્દ્રનગર
(૫) રાજેશભાઇ ગેલાભાઇ ઝાલા જાતે વાલ્મીકી ઉવ.૪૦ રહે.હાલ રેસી સીરામિક, માટેલ રોડ, મુળ રહે.કુંભારપરા, વાંકાનેર જી.મોરબી
(૬) જીલાભાઇ લાલજીભાઇ દેકાવડીયા જાતે કોળી ઉવ.૩૫ રહે.હાલ રેસી સીરામીક માટેલ રોડ, મુળ રહે.ગુગલીયા
તા.થાન જી.સુરેન્દ્રનગર

આ આરોપીને 11.240 રોકડા રૂપિયા સાથે પકડીને જુગારધારા મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરીમાં આર.એ.જાડેજા પો.સબ.ઇન્સ.વાંકાનેર તાલુકા,પો.હેડ કોન્સ.મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, પોલીસ કોન્સ.હરીચંન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ જીલરીયા, સંજયસિંહ જાડેજા તથા લોકરક્ષક અકીલભાઇ બાંભણીયા તથા અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો