Placeholder canvas

વાંકાનેર: લાકડધારની સીમમાં વાડીના કુવામાંથી તરુણની લાશ મળી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ વાડીના એક કુવામાંથી તરુણની લાશ મળી આવી હતી. વાંકાનેર પોલીસે તરુણની લાશને બહાર કઢાવીને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી આ બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં રાજુભાઇની વાડીમાં કુવામાંથી વિક્રમભાઇ અરવીંદભાઇ સંગાલા (ઉ.વ. ૧૬ રહે લાકડધાર તા. વાંકાનેર) ની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં વાંકાનેર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તરુણની લાશ કબ્જે લઈ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસે આ બનાવની નોંધ કરી આ બનાવ અકસ્માત, આપઘાત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો