Placeholder canvas

વાંકાનેર: રાતીદેવડી, કોઠારીયા,વાંકીયા અને રાણેકપરના રોડ બનાવવાની ઝાહીર શેરસિયાની રજૂઆત

વાંકાનેર: તાજેતરની ચૂંટણીમાં વાંકાનેર તાલુકાની રાતીદેવળી જિલ્લા પંચાયત સીટ ઉપર ચૂંટાઈ આવનારા યુવા સભ્ય અને મોરબી જીલ્લા પંચાયત શાસક પક્ષના નેતા ઝાહીરઅબ્બાસ શેરસિયાએ પોતાના મતક્ષેત્રના રાતીદેવડી, કોઠારીયા, વાંકીયા અને રાણેકપરના રસ્તા બાબતે રજૂઆત કરી છે.

ઝાહીર શેરસીયાએ કાર્યપાલક ઇજનેર મા.મ. જિલ્લા પંચાયત મોરબી ને એક પત્ર લખીને રાતીદેવળી, કોઠારીયા, વાંકીયા અને રાણેકપર ના રોડ બાબતે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવા કાર્યપાલક ઇજનેરને જણાવ્યું છે.

રાતીદેવળી:- રાતીદેવડી ગામ પાસેથી પસાર થતા સ્ટેટ હાઇવે થી રાતિદેવળી નવાગામ જવા માટેનો હાલના કાચા રસ્તા ઉપર આશરે 1.5 કી.મી. ડામર રોડ

વાંકીયા:- વાંકીયા 1 થી વાંકિયા 3 માં જવા માટે નો હયાત ડામર રોડ સપાટી ઉપર રિશરફેસ કરવા માટે…

રાણેકપર:- વઘાસિયાથી રાણેકપર જવા માટે નો હયાત ડામર રોડ સપાટી ઉપર રિશરફેસ કરવા માટે…

કોઠારીયા:- કોઠારીયાથી ટંકારા જવા માટે હયાત કાચા રસ્તા ઉપર નોન પ્લાન રસ્તા પર ડામોર રોડ બનાવવા માટે…

જિલ્લા પંચાયતના સદસ્ય અને શાસકપક્ષના નેતા ઝાહીર શેરસિયાએ પોતાના વિસ્તારના ગામલોકોની રજૂઆત આવતા ઉપરોક્ત રસ્તા બાબતે કાર્યપાલક ઇજનેરને પત્ર લખીને સરકારમાં દરખાસ્ત કરીને મંજૂરી માટેની યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.

આ સમાચારને શેર કરો