વાંકાનેર: વઘાસિયા પાસે ટ્રેન હડફેટ આવી જતા યુવતીનું મોત
વાંકાનેર : વઘાસિયા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર કામખ્યાણી એક્સપ્રેસની હડફેટે આવી જતા એક યુવતીનું મોત નિપજયુ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે રેલ્વે સ્ટેશન માસ્તરે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે જઈને યુવતીની ડેડબોડીને હોસ્પિટલ એ ખસેડીને, મૃતકની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે.