વાંકાનેરમાં ચોર ગેંગ સક્રિય : હાઇવે પર મોટર રીવાઇડીંગ દુકાનના તાળા તૂટ્યા
પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને રાબેતા મુજબ તપાસ હાથ ધરી
વાંકાનેર : વાંકાનેરમાં તસ્કરો સક્રિય થયા હોય તેમ ગત રાત્રીના સમયે વાંકાનેર નેશનલ હાઈવે પર લુહારની ભોજનશાળાની બાજુમાં આવેલ યકીન મોટર રીવાઇડીંગમાં ચોરીની ઘટના બની હતી. તસ્કરો આ દુકાનના તાળા તોડી તેમાંથી હાથફેરો કરી ગયા હતા. આ બનાવની જાણ થતાં વાંકાનેર પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને રાબેતા મુજબ તપાસ હાથ ધરી હતી.
ચોરીની ઘટનાની વધુ વિગતો મુજબ ગત મોડી રાત્રીના અજાણ્યા ઈસમોએ નેશનલ હાઈવે પર રેલવે બ્રિજ નજીક આવેલ યકીન મોટર રીવાઇડીંગની દુકાનના શટર તોડી દુકાનમાં અંદર પ્રવેશ કરી 5000 રૂપિયા રોકડા તેમજ મોટર બાંધવાના કોપર વાયર અંદાજીત રૂ. 25 હજારની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ચોરીના બનાવની આજે સવારે દુકાને આવેલા દુકાનદારને જાણ થઈ હતી. આથી, દુકાન માલિકે આ સમગ્ર બનાવની તાત્કાલિક સિટી પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા આ જ વિસ્તારમાં એક મોલમાં શટર તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં કોઈ રોકડ રકમ ન હોય તસ્કરોને ફોગટનો ફેરો થયો હતો. ઉપરાંત, વાંકાનેર શહેરમાં છેલ્લા ઘણા સમયથી કોઈ મોબાઈલ ચોર ગેંગ પણ સક્રિય હોય લોકોના મોબાઇલની ચોરીની ઘટનાઓ બની રહી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…