વાંકાનેર: કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં “ઉગતા સૂરજના સૂરે દીકરીઓનો આવકાર ” કાર્યક્રમ યોજાયો.

વાંકાનેર: કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માટેલ મુકામે “ઉગતા સૂરજના સૂરે દીકરીઓનો આવકાર ” વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ સફળતા પૂર્વક યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને વાંકાનેર પ્રાંત અધિકારી એન. એફ. વસાવા, વાંકાનેર તાલુકા પ્રથામિક શિક્ષણાધિકારી ગરચર, વાંકાનેર બી આર. સી. અબ્દુલભાઈ શેરસીયા, પ્રમુખ શ્રી વાંકાનેર પ્રા. શિક્ષક સંઘ સિપાઇ, નવા ઢુવાં સી. આર. સી. ઈરફાનભાઈ શેરસીયા, માટેલ તાલુકા શાળાના આચાર્ય સાથે પેટા શાળા ના આચાર્ય તેમજ અભ્યાસ કરતી દીકરીઓનાં બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.

શાળાનાં આચાર્યા સરિતાબેન ડાભી અને સમગ્ર સ્ટાફે તેમજ અભ્યાસ કરતી દીકરીઓએ “બેટી બચાવો, બેટી ભણાવો” વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી કાર્યક્રમ ને ખૂબજ સફળતાં આપી.સાથોસાથ તેજસ્વી દીકરીઓનું શિલ્ડ આપી સન્માન કરવમાં આવ્યું.

આ સમાચારને શેર કરો