વાંકાનેર: રાતીદેવળી ગામે યુવાને કર્યો આપઘાત
વાંકાનેર : વાંકાનેરના રાતીદેવળી ગામે યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતા પ્રકાશભાઇ કાળાભાઇ વોરા ઉ.વ. ૩૨ નામના યુવાને તા.૬ ના રોજ પોતાના ઘરે ગળફાસો ખાઈને જીવનનો અંત આણી લીધો.હતો. વાંકાનેર સીટી પોલીસે આ બનાવની નોંધ કરી એ.એસ.આઈ.પી.એમ.સોલંકી આગળની તપાસ ચલાવી રહ્યા છે.