Placeholder canvas

સુરતમાં જળબંબાકાર: ત્રણ ઈંચ વરસાદમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ..!

  • સુરતમાં બપોરે 12થી 2 દરમિયાન બે કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો

હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી સુરતમાં વરસાદ માહોલ જામ્યો છે. સુરતમાં બપોરે 12થી 2 દરમિયાન બે કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. વેસુ વિસ્તારના રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ ગઈ છે. જેથી જાણે રસ્તાઓ જ ગાયબ થઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયો છે.

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘસવારી યથાવત રહી છે. શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં વહેલી સવારથી જ કળા ડિબાંગ વાદળો વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. સવારથી સાંજના 5 વાગ્યા સુધીમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે બપોરે 12થી 2 વાગ્યા એટલે કે બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે સુરતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

ડિંડોલી, પાલ, અડાજણ, વેસુ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા
સુરતના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળેલા જોવા મળ્યા હતાં. વિશેષ કરીને વરાછા, પાલનપુર જકાતનાકા, કતારગામ, પર્વત પાટિયા, રીંગ રોડ, ડિંડોલી, પાલ, અડાજણ, વેસુ સહિતના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયાં છે. રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે હાલાકી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.

તાપી નદી બે કાંઠે વહી રહી છે
સુરતની તાપી નદીમાં નવા નીર આવતા બંને કાઠે વહી રહી છે. સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. ઉકાઈ ડેમમાં પણ ધીમી ગતીએ પાણીની આવક થઈ રહી છે. જેથી 17 હજાર ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી હાલ તાપી નદી બે કાંઠે વહી રહી છે.

કોઝ વેની સપાટી 6.98 મીટર પર પહોંચી
સુરત શહેરમાં આવેલો અને કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો વિયરકમ કોઝવે 6 મીટરને પાર કરી 6.98 મીટર પર વહી રહ્યો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે જે હાલમાં ભયજનક સપાટીને પાર કરી ગયો છે. કોઝવે ઓવરફલો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઝવે ખાતે હિલ સ્ટેશન જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

જુવો સુરતના જળબંબાકારની કેટલીક તસ્વીર

આ સમાચારને શેર કરો