વાંકાનેર: વીશીપરા ચોકમાંથી વ્હીસ્કીની બોટલો સાથે એક પકડાયો
વાંકાનેર : વાંકાનેર શહેરના વીશીપરા ચોકમાં વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.
ગઈકાલે તા. 6ના રોજ વાંકાનેરના વીશીપરા ચોકમાંથી સલીમભાઇ હનીફભાઇ મેતર (ઉ.વ. 36, રહે. મીલ પ્લોટ)ને ગેરકાયદે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની વ્હીસ્કીની બોટલ નંગ 5 (કિં.રૂ. 1500) સાથે પકડી પાડવામાં આવ્યો છે. આરોપીએ વેચાણ કરવાના ઇરાદે રાખેલ વિદેશી દારૂનો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે. તેમજ આરોપી સલીમની અટકાયત કરીને પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.