વાંકાનેરમા પતિને પુલ નીચે ફેંકી દેવાના બનાવમાં પત્ની-પ્રેમી સહિત ચાર સામે ગુન્હો દાખલ

રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

વાંકાનેર : મોરબીના મકનસર ગામે રહેતી પરિણીતા પોતાની પુત્રીને લઈને પ્રેમી સાથે સુરત ભાગી ગયા બાદ પતિ બન્નેને શોધીને પરત આવતી વખતે પત્ની અને પ્રેમીએ મળીને વાંકાનેર નજીક પુલ પાસે લઘુશંકા કરવા ઉભેલા પતિને પુલ ઉપરથી ધક્કો દઈને નીચે ફેંકી દેતા ગંભીર ઇજાગ્રસ્ત પતિને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં પતિએ આ બનાવ મામલે પોતાની પત્ની તેમજ તેના પ્રેમી સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનાની મળેલ મહીતી મુજબ મોરબીના મકનસર ગામે આવેલા પ્રેમજીનગરમાં રહેતા મહેશભાઇ તુલસીભાઇ પરમાર (ઉ.વ.35) એ તેની પત્ની ભારતીબેન મહેશભાઇ પરમાર તથા તેનો પ્રેમી કુલદીપ ઉર્ફે કમલેશ પરસોતમભાઇ રાઠોડ અને ચીરાગ પરસોતમભાઇ રાઠોડ, સુમિત પરસોતમભાઇ રાઠોડ (રહે.બધા મકનસર, પ્રેમજીનગર, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, પોતાની પત્ની ભારતી તેની પુત્રી સાથે કુલદીપ ભગાડી ગયો હતો. દરમિયાન પોતાની પત્ની અને પ્રેમી બન્ને સુરત તરફ હોવાની જાણ થતાં ફરિયાદી કુલદીપને ભાઈઓ સાથે કારમાં સુરત ગયા હતા.

ગઈકાલે સુરતથી બન્નેને લઈને પરત આવી રહ્યા હતા. ત્યારે વાંકાનેર રેલવે પુલ નજીક પહોંચ્યા ત્યારે લઘુશંકા માટે કાર ઉભી રાખી હતી અને ફરિયાદી રેલવે પુલ પાસે ઉભા હોય ત્યારે ચારેય આરોપીઓએ દગો કરીને ફરિયાદીના પગ પકડીને પુલ નીચે ફેંકી દીધો હતો. આથી, યુવાનને ગંભીર ઇજા થતાં તેને વધુ સારવાર રાજકોટ ખસેડાયો હતો. જ્યાં તેણે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આ બનાવ અંગે ચારેય આરોપીઓ સામે ઇ.પી.કો કલમ-૩૦૭, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો