Placeholder canvas

વાંકાનેર: વિનયગઢમાં મોબાઈલની બેટરી ફાટતા ભાઈ-બહેન દાઝયા.

વાંકાનેર : વિનયગઢ ગામે ગઈકાલે મોબાઈલ ફોનની બેટરી ફાટતા બે ભાઈ બહેન દાઝી ગયા હતા અને બન્નેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે કાલે મોડી સાંજના સમયે અચાનક મોબાઈલની બેટરી ફાટતા સપના ઠાકોર અને વિજય ઠાકોર નામના બે ભાઈ-બહેન દાઝયા હતા. હાલમાં દાઝી ગયેલા બન્ને બાળકોને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો