વાંકાનેર: દીવાનપરામાં સુપરમાર્કેટના ઉદ્ઘાટનમાં પબ્લિક ઉમટી: સોશ્યલ ડીસટન્સના લીરેલીરા ઉડ્યા

વાંકાનેર: કોરોના મહામારી હજુ ખતમ નથી થઈ અને સરકાર હજુ વેક્સીનેશન પ્રોગ્રામ પણ શરુ કરી રહી છે. આમ છતાં લોકો કોરોના કાળ પૂર્ણ થઇ ગયો હોય તેમ સોશ્યલ ડીસટન્સના ધજાગરા ઉડાવતા જોવા મળે છે. જેમાં વાંકાનેરની દિવાનપરા માં તાજેતરમાં જ શરૂ થયેલ સુપરમાર્કેટમાં મહિલાની ભારે ભીડ જોવા મળી હતી. જેમાં સોશ્યલ ડીસટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.

વાંકાનેરના દીવાનપરા વિસ્તારમાં આવેલ પાટીદાર સુપરમાર્કેટનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સોશ્યલ ડીસટન્સના ધજાગરા ઉડતા જોવા મળે છે. ગઈકાલે પાટીદાર સુપરમાર્કેટ ખુલ્લું મુકતાની સાથે લોકોની ભીડ ઉમટી હતી જેમાં ખરીદી માટે આવેલ મહિલાઓ પૈકી અનેકે માસ્ક પહેર્યા ના હતા અને સુપર માર્કેટમાં ભારે ભીડ જામી હતી અને રીતસર સોશયલ ડીસટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે હવે પોલીસ કાર્યવાહી કરશે ખરી ? તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે. અને સીટી પોલીસ કોવિડ કામગીરી લીમડાચોક છોડીને આગળ વધશે ખરી? આવા લોકો પ્રશ્નો કરી રહ્યા છે….

જુઓ વિડિયો

આ સમાચારને શેર કરો