વાંકાનેર:માટેલ ગટરમાંથી દોરડું બાંધેલી મહિલાની લાશ મળી: હત્યાની શંકા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર સીરામીક ફેક્ટરીની સામે આવેલી ગટરમાંથી દોરડું બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ મળી આવી છે. આ મહિલાનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં અને લાશ પર ઇજાના ચિહનો હોવાથી તેણીની હત્યા કરીને લાશ અહીં ફેંકી દીધી હોવાની પ્રબળ શંકા ઉદભવી છે. હાલ આ મૃતક મહિલાનો મૃતદેહ પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર સનપાર્ક સીરામીક કારખાનાની સામે આવેલ ગટરમાંથી આજે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમને સ્થાનિક લોકોએ પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.આ બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પીએસઆઇ બી.ડી.પરમાર સહિતનો સ્ટાફ દોડી જઈને તપાસ હાથ ધરી છે.

મળેલ માહિતી મુજબ આ મૃતક મહિલાના મૃતદેહને દોરડા વડે બાંધેલી હાલતમાં અને અર્ધનગ્ન હાલતમાં ગટરમાંથી મળી આવ્યો છે. તેમજ લાશ ઉપર ઇજાના ચિહનો હોવાથી હત્યાની પ્રબળ શંકા ઉદભવી છે. આ મૃતક મહિલા લીલાબાઈ લોધા ઉ.વ. આશરે 50 હોવાની ઓળખ મળી છે. જો કે આ બનાવની પોલીસની સઘન તપાસ અને પીએમ રિપોર્ટ બાદ જ બનાવનો ચોક્કસ કારણ જાણવા મળશે. ત્યારે હાલ વાંકાનેર તાલુકા પોલીસે આ રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા સઘન તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/HXxRwRhpPxVK3z7VKGWTpv

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો