skip to content

આજથી શરૂ થયેલ ‘સેવા સેતુ’ના પાંચમા તબક્કામાં પ૭ જેટલી સેવાઓનો સમાવેશ

રાજય સરકાર દ્વારા નાગરિકોને ઘરઆંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવાના અભિનવ પ્રયોગ ‘સેવા સેતુ’ના પાંચમા તબક્કાનો આજથી સમગ્ર રાજ્યમાં પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે મોરબી જિલ્લામાં પણ આજ થી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. મોરબી જિલ્લામાં આજે તા.૧૦ ઓક્ટોમ્બરના રોજ મોરબી તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ રાજપર પ્રાથમિક શાળા, વાકાંનેરનો મેસરીયા પ્રાથમિક શાળા, હળવદ તાલુકાનો ચાડધ્રા પ્રાથમિક શાળા, માળીયા તાલુકાનો મોટા દહિંસરા પ્રાથમિક શાળામાં યોજાયો હતો.

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ સરળતાએ પ્રજાજનોને મળતો રહે તેમજ વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શીતા, સંવેદનશીલતા અને જવાબદારીપણું ,એકાઉન્ટેબીલીટીને અગ્રતા આપતાં નવેમ્બર-ર૦૧૬ થી આવા સેવા સેતુનો રાજ્યમાં આરંભ થયેલો છે.સેવા સેતુ હેઠળ ગ્રામ્ય કક્ષાના ગામોનું કલસ્ટર બનાવી અધિકારીઓની ટીમ હાજર રહેશે.

આ કેમ્પમાં કોઇ પણ જાતની અરજી ફી લીધા સિવાય સવારના ૯ થી સાંજના ૫ સુધી સ્થળ ઉપર જ રજૂઆતોનો નિકાલ કરવામાં આવશે. સેવા સેતુના આ કાર્યક્રમમાં આવકના દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ, મા-વાત્સલ્ય, મા-અમૃત્તમ કાર્ડ માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વિધવા સહાય અને વૃદ્ધ નિરાધાર સહાય યોજના સાથે હવે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની અરજીઓ પણ કાર્યક્રમ સ્થળે સ્વીકારવામાં આવે છે.

સેવા સેતુના પાંચમાં તબક્કાનો સુચારૂ આયોજન અંગેની એક બેઠક મળી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, નિવાસી અધિક કલેક્ટર કેતન પી. જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.જે. ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ. વસાવા, નાયબ પશુપાલન નિયામક ડી.એ. ભોરણીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.બી. ગજેરા, જિલ્લાના તમામ મામલતદાર, ચીફ ઓફિસર સહિત અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/HXxRwRhpPxVK3z7VKGWTpv

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો