skip to content

વાંકાનેર તાલુકા પોલીસે દારૂ સાથે બુટલેગર પકડ્યોને એ નીકળ્યો રીઢો ગુનેગાર…

વાંકાનેર ખાતે એક ઈસમ કારમાં દેશી દારૂની હેરાફેરી કરવા માટે નીકળ્યો હતો. જેને વાંકાનેર પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી આવ્યો હતો અને પોકેપ કોપથી ઈસમનું નામ સર્ચ કરતાં એટ્રોસીટી, અપહરણ સહિતના એક સાથે ૧૦ ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.

વાંકાનેર તાલુકા પોલીસ મથકના પી આઈ બી પી સોનારાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના મયુરધ્વજસિંહ જાડેજા અને હરીચંન્દ્રસિંહ ઝાલાએ ચોક્કસ બાતમીને આધારે મૂળ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કંસાળા ગામનો વાતની આરોપી વેલજી ભીમાભાઇ મારૂણીયા રૂ.૫,૦૦,૦૦૦ની કિમતની મહીન્દ્રા XUV-300 GJ-13-CA-7743માં દેશી દારૂની હેરાફેરી કરનાર હોવાની બાતમીના આધારે તપાસ કરતા મળી આવતા ટેઈ પાસેથી દેશી દારૂ લીટર ૧૩૦ કીમત રૂ.૨૬૦૦ સાથે મળી આવતા તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવતા તેનું નામ પોલીસની ટીમે પોકેપ કોપ મોબાઇલમાં સર્ચ કરતા પોલીસ પણ દંગ રહી હતી.

જ્યાં એટ્રોસીટી, અપહરણ સહિતના ૧૦ ગુનાઓમાં આરોપી વેલજી સામેલ હોવાનું ખૂલ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ મથકના એ પાર્ટ ગુ.ર.નં. ૧૫૬/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૨૩,૫૦૪,૩૮૪,૩૬૫,૧૭૦,૧૨૦(બી), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ ૩(૧)(આર), ૩(૧)(એસ.)૩(૨)(વી.એ)મુજબના ગુનામાં ફરી.તથા સાહેદને પોલીસની ખોટી ઓળખ આપી,અપહરણ કરી રૂ.૨૦,૦૦૦ની માંગણી કરી ગુનાહીત કાવતરૂ રચી રાજય સેવકનુ ખોટુ નામ ધારણ કરી તથા મુળી પોલીસ સ્ટેશનન તથા સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો હોવાનુ સામે આવ્યું હતું.

આમ મુળી પોલીસ મથકમાં ૩, અને સાયલા પોલીસ સ્ટેશનમાં ૭ મળી કુલ ૧૦ ગુનાઓમાં આરોપી વેલજી સંડોવાયેલો હતો. વાંકાનેર તાલુકા પોલીસને પોકેપ કોપ મોબાઇલના આધારે આરોપી વેલજીના ગુનાહિત ઈતિહાસની માહિતી મળતા દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વેલજીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પોલીસના પી આઈ બી.પી.સોનારા, મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઇ ચાવડા, હરીશચંદ્રસિંહ ઝાલા, સંજયસિહ જાડેજા, રવિભાઇ કલોત્રા અને વિજયભાઇ ડાંગર સહિતના પોલીસકર્મીઓ જોડાયેલા હતા.

આ સમાચારને શેર કરો