skip to content

વાંકાનેર:S.T.ડેપોના કર્મચારી અજય મકવાણા ખેલ મહાકુંભમાં ગોળા અને ચક્રફેકમાં પ્રથમ

વાંકાનેર એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા કર્મચારી અજયભાઇ મકવાણા જેઓ મોરબી જિલ્લા ખેલ મહાકુંભ મોરબી એથલેન્ટિક – 2019 માં ગોળા ફેક તેમજ ચક્રફેકની હરિફાઇમાં ખુબ સારુ પ્રદર્શન કરીને જિલ્લામાં પ્રથમ સ્થાન મેંળવેલ છે.

વાંકાનેર એસ.ટી ડેપો દ્વારા તેમજ એસ.ટી. કર્મચારી મહામંડળના કાર્યકારી પ્રમુખ જયુભા.ડી.જાડેજા તેમજ બાપા સીતારામ ગ્રુપ એસ.ટી. વાકાનેર દ્વારા અજયભાઈ મકવાણાનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એસ.ટી. ડેપો મેનેજર એમ.ઍ.કાદરી અને જયુભા જાડેજા હાજર રહ્યા હતા, તેમજ વાંકાનેર એસટી ડેપોના નાના-મોટા કર્મચારીઓએ હાજરી આપી અજય ભાઈ મકવાણાને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે વાંકાનેર એસ.ટી. ડેપો મેનેજર એમ.ઍ.કાદરીએ અજય ભાઈને રોકડ પુરષ્કાર આપીને અજયભાઇની સિધ્ધિને બિરદાવી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/HXxRwRhpPxVK3z7VKGWTpv

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો